International Journal For Multidisciplinary Research

E-ISSN: 2582-2160     Impact Factor: 9.24

A Widely Indexed Open Access Peer Reviewed Multidisciplinary Bi-monthly Scholarly International Journal

Call for Paper Volume 7, Issue 2 (March-April 2025) Submit your research before last 3 days of April to publish your research paper in the issue of March-April.

આચાર્યશ્રી વિનોબા ભાવેની સર્વોદય ફિલસુફી અને ક્રાંતિકારી ચળવળ

Author(s) Dr. Ms. DHOLAKIA RANJANA CHHAGANBHAI
Country India
Abstract સારાંશ :
વિનોબા ભાવેનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય ૧૯૫૧ ની ૧૮ એપ્રિલે શરુ થયેલું ભૂદાન યજ્ઞ આંદોલનનું કાર્ય હતું. જીવનભરના રચનાત્મક કામો અને સાધનાના ટોચકળશરૂપ એ કાર્ય હતું. ભૂદાન આંદોલન અંતર્ગત તેમણે જમીન વિહોણા ખેડૂતો/ખેતમજૂરોને દાનમાં મેળવેલ જમીનોનું વિતરણ કર્યું તે માટે તેઓ એ ઘણા જમીનદારો ના હ્રદય પરિવર્તન કરી ભૂદાન માટે પ્રેરિત કર્યા, અને સર્વોદય ની હાંક મારી. સર્વોદયનો આ વિચાર सर्वे भवनतु सुखीन: માંથી લેવામાં આવ્યો છે સર્વોદયનું તાત્પર્ય સંસારના સર્વે પ્રાણીઓનું સમાન ઉત્થાન થાય એવો છે. આચાર્ય વિનોબા ભાવેએ સર્વોદયના નેતાના રૂપે પણ ઓળખ પ્રાપ્ત કરી છે. વિનોબા ભાવેનું લક્ષ્ય સર્વોદયના વિચારો અંતર્ગત સમાજમાં ચાલી રહેલા ભેદભાવ, શોષણ અને અન્યાયને દુર કરી શાંતિ સ્થાપિત કરવાનું હતું. વિનોબા ભાવે ગાંધીજીની વિચારધારા ના પ્રબળ સમર્થક હતા અને તેથી જ તેમણે ભૂદાન આંદોલન ના માધ્યમથી ગાંધીજીના સર્વોદયના વિચારને નવી દિશા સાથે આગળ ધપાવવાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું.. તેમના ભૂદાન માટેની એક અવાજની શરૂઆત ૧ એકર જમીનના દાનથી શરુ થઈ તે પછી તેમણે ૧૩ વર્ષ સુધી અવિરત પગપાળા યાત્રા કરી ૪૪ લાખ જમીન ગરીબો માટે દાનમાં મેળવી તેમણે જમીનદારો પાસે જમીન દાનમાં લઇ જમીન વિહોણાઓને જમીન દાનમાં આપી જમીનની અસમાન વહેંચણીને સમાન કરવાનો પ્રયત્ન કર્યો. તેમનું આ કાર્ય માનવીય ઇતિહાસના અદ્દ્ભુત અને અભૂતપૂર્વ ઉત્કૃષ્ઠ કાર્યો માનું એક છે. ભૂદાન ચળવળ તેમની સર્વોદય ની પ્રબળ ભાવનાએ ગ્રામદાન કરવાની ભાવના જાગી જે સામુહિક સ્વામિત્વ માં પરિણમે છે અને એક ઉત્કૃષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી અને ચારે બાજુ લોકપ્રિયતા મેળવી હતી.
Keywords ચાવીરૂપ વાક્યો : વિનોબા ભાવે, ભૂદાન આંદોલન, સર્વોદય , ગ્રામદાન સામાજિક સમાનતા
Published In Volume 7, Issue 2, March-April 2025
Published On 2025-04-08
DOI https://doi.org/10.36948/ijfmr.2025.v07i02.40893
Short DOI https://doi.org/g9fb6n

Share this