International Journal For Multidisciplinary Research

E-ISSN: 2582-2160     Impact Factor: 9.24

A Widely Indexed Open Access Peer Reviewed Multidisciplinary Bi-monthly Scholarly International Journal

Call for Paper Volume 8, Issue 3 (May-June 2026) Submit your research before last 3 days of June to publish your research paper in the issue of May-June.

ગુજરાતના પરિણીત દંપતીમાં માતાપિતા બનવા માટેની સજ્જતાનો કેટલાંક ચલોના સંદર્ભમાં અભ્યાસ

Author(s) Dr. RUPAM BHAGAWATIPRASAD UPADHAYAYA
Country India
Abstract શાસ્ત્રોમાં ગૃહસ્થાશ્રમની મહત્તાનો સ્પષ્ટ ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું છે કે “ધન્યો ગૃહસ્થાશ્રમઃ” અર્થાત્ ગૃહસ્થાશ્રમ ખરેખર ધન્ય છે (શાસ્ત્રી, 1952). મનુસ્મૃતિ અનુસાર ગૃહસ્થાશ્રમ માત્ર પોતાના ધર્માચરણનું સાધન જ નથી, પરંતુ અન્ય ત્રણેય આશ્રમોના પોષણનો આધાર પણ છે. यथा वायुं समाश्रित्य वर्तन्ते सर्वजन्तवः । तथा गृहस्थमाश्रित्य वर्तन्ते सर्व आश्रमाः ॥ (શાસ્ત્રી, 1952). વિવાહ સંસ્કાર દ્વારા ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરનાર દંપતી સંસ્કારિત, સંયમિત અને જવાબદાર જીવન માટે પ્રતિબદ્ધ બને છે (પાંડેય, 1949). અહીં સંતાનોત્પત્તિને એક પવિત્ર જવાબદારી માનવામાં આવી છે, જેના માટે ગર્ભાધાન સંસ્કારનું વિધાન કરવામાં આવ્યું છે (આપસ્તમ્બ, 2002). આ કારણસર ગર્ભાધાન સંસ્કારને ષોડશ સંસ્કારોમાં પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. ઉપનિષદમાં ઉલ્લેખિત છે તે મુજબ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ વ્યક્તિ આધ્યાત્મિક ઉન્નતિ પ્રાપ્ત કરી જ શકે છે. છાંદોગ્ય ઉપનિષદમાં આહાર, આચરણ અને વિચારની શુદ્ધતાને આત્મઉન્નતિનું સાધન ગણાવવામાં આવ્યું છે (શંકરાચાર્ય, 2003). આથી સ્પષ્ટ થાય છે કે ગૃહસ્થાશ્રમ માત્ર સાંસારિક બંધન નહીં, પરંતુ આત્મિક વિકાસનું મહત્ત્વપૂર્ણ સાધન પણ છે. આ દૃષ્ટિએ ગૃહસ્થાશ્રમ માત્ર વ્યક્તિગત જીવનવ્યવસ્થા નહીં, પરંતુ સામાજિક વ્યવસ્થાનું પણ મેરુદંડ છે. વર્તમાન સંશોધન પરિણીત દંપતીના વિશેષ સંદર્ભમાં ઇચ્છિત સંતાન માટેની તૈયારી વિષય પર કેન્દ્રિત છે. પ્રસ્તુત સંશોધનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના પરિણીત દંપતીમાં માતાપિતા બનવા માટેની સજ્જતાનો અભ્યાસ કરવો, ગુજરાતના પરિણીત દંપતીમાં માતાપિતા બનવા માટેની સજ્જતાની તેમની જાતિના, વ્યવસાય અને વિદ્યાશાખાના સંદર્ભમાં તુલના કરવી. સંશોધકે હેતુઓને અનુરૂપ સર્વેક્ષણ સંશોધન પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. ગુજરાત રાજ્યના પરિણીત દંપતી પ્રસ્તુત સંશોધનનું વ્યાપવિશ્વ હતા. સંશોધકે સંશોધન માટે નમૂના પસંદગીની પદ્ધતિઓ પૈકી બિનસંભાવ્ય નમૂનામાં સ્નોબોલ પદ્ધતિથી પાત્રોની 109 પસંદગી કરી હતી. સંશોધન ઉપકરણ તરીકે સજ્જતા માપદંડનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રસ્તુત સંશોધનમાં માહિતીનું વિશ્લેષણ અર્થઘટનાત્મક આકડાંશાસ્ત્રમાં મેન વ્હીટની યુ (Mann Whitney U) ટેસ્ટનો ઉપયોગ કરીને કરવામાં આવ્યું હતું. સંશોધનના તારણો પરથી જાણવા મળે છે કે ગુજરાતના પરિણીત દંપતીઓમાં માતાપિતા બનવા માટેની સજ્જતાનું સ્તર સામાન્ય રીતે ઓછું જોવા મળે છે. અભ્યાસ કરાયેલ ચલ બાબતે પુરુષ અને સ્ત્રી તેમજ નૌકરી અને વ્યવસાય સાથે સંકળાયેલા પરિણીત દંપતીઓ વચ્ચે કોઈ આંકડાકીય રીતે નોંધપાત્ર તફાવત જોવા મળ્યો નથી. શૈક્ષણિક પ્રવાહના સંદર્ભમાં પણ કોઈ મહત્ત્વપૂર્ણ ભિન્નતા જોવા મળતી નથી.
Keywords પરિણીત દંપતી, સજ્જતા, ગૃહસ્થાશ્રમ અને તેનું મહત્ત્વ, શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ
Field Sociology > Education
Published In Volume 8, Issue 1, January-February 2026
Published On 2026-02-06

Share this